ચીનમાં હજારો લોકોને અપાઈ રહી છે 'Unproven' કોરોનાની રસી, લોકોના જીવ જોખમમાં

ચીન (China) ની ક્રૂરતા અને બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ચીનમાં મોટા પાયે લોકોને કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવવામાં આવી રહી છે. એવી રસી કે જેને હજુ સુધી સુરક્ષિત જાહેર કરાઈ નથી. એટલે કે કમ્યુનિસ્ટ સરકાર જાણી જોઈને લોકોના જીવ સાથે રમત રમી રહી છે. 
ચીનમાં હજારો લોકોને અપાઈ રહી છે 'Unproven' કોરોનાની રસી, લોકોના જીવ જોખમમાં

ન્યૂયોર્ક: ચીન (China) ની ક્રૂરતા અને બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ચીનમાં મોટા પાયે લોકોને કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવવામાં આવી રહી છે. એવી રસી કે જેને હજુ સુધી સુરક્ષિત જાહેર કરાઈ નથી. એટલે કે કમ્યુનિસ્ટ સરકાર જાણી જોઈને લોકોના જીવ સાથે રમત રમી રહી છે. 

આ લોકોને અપાઈ રહી છે રસી
સરકારી કંપનીઓના અધિકારીઓ-કર્મચારીઓ, શ્રમિકો, વેક્સિન કંપનીના કર્મીઓ, શિક્ષક, સુપરમાર્કેટ, સ્ટાફ અને જોખમભર્યા ક્ષેત્રોમાં મુસાફરી કરનારાઓને આ રસી આપવામાં આવી રહી છે. સૌથી વધુ ચૌંકાવનારી વાત એ છે કે ચીનની આ કોરોના રસીને વૈશ્વિક સ્તરે હજુ સુધી પ્રમાણિત (Unproven COVID-19 Vaccine) કરવામાં આવી નથી. આમ છતાં હજારો લોકોને રસી અપાઈ રહી છે. 

મોટા પાયે રસી આપવાની તૈયારી
ન્યૂયોર્ક ટાઈમ્સ (The New York Times)ના રિપોર્ટ મુજબ ચીની અધિકારીઓએ મોટા પાયે લોકોને રસી આપવાની યોજના તૈયાર કરી છે. ઓસ્ટ્રેલિયાના મર્ડોક ચિલ્ડ્રન્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ(Murdoch Children`s Research Institute) ના બાળ રોગ વિશેષજ્ઞ ડો.કિમ મુલહોલેન્ડ (Dr Kim Mulholland)એ કહ્યું કે આ ખુબ જ જોખમી હોઈ શકે છે. મને ચીની કર્મચારીઓની ચિંતા છે. જે અનિચ્છા હોવા છતાં ના પાડી શકતા નથી. 

સમજૂતિ પર કરાવી રહ્યા છે હસ્તાક્ષર
કંપનીઓએ વેક્સિન લેનારા લોકો પાસેથી એક ગેરકાયદેસર સમજૂતિ પર હસ્તાક્ષર કરવાનું પણ કહ્યું છે. જેથી કરીને તેમને મીડિયા સાથે વેક્સિન પર વાત કરતા રોકી શકાય. એ પણ સ્પષ્ટ નથી કે ચીનમાં કેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જો કે ચીની કંપની સિનોફાર્માએ કહ્યું કે હજારો લોકોએ રસીના ઈન્જેક્શન લીધા છે. બેઈજિંગ સ્થિત કંપની સિનોવેક(Sinovac)ના જણાવ્યાં મુજબ બેઈજિંગમાં 10,000થી વધુ લોકોને આ રસીના ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. કંપની તરફથી એવો દાવો પણ કરાયો છે કે તેના લગભગ 3000 કર્મચારીઓ અને તેમના પરિવારને પણ વેક્સિનના શોટ અપાયા છે. 

આડઅસરનું જોખમ
ઈન્ટરનેશનલ વેક્સિન ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખ જેરોમ કિમ(Jerome Kim) એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે અપ્રામાણિત રસીઓથી ભારે નુકસાન થઈ શકે તેવી આડઅસર થઈ શકે છે. લોકોએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. એમ પણ ન કહી શકાય કે તેનાથી કોરોના મટી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news